બ્રોન્કોસ્કોપી: ફેફસાંની અંદર જોવા માટેની આધુનિક તપાસ
Published Updated
બ્રોન્કોસ્કોપી એક સુરક્ષિત અને અત્યાધુનિક તપાસ છે, જેમાં નાક અથવા મોઢા દ્વારા પાતળી કેમેરાવાળી ટ્યુબ ફેફસાંના શ્વાસ માર્ગમાં દાખલ કરવામાં આવે છે.
આ તપાસ સતત ઉધરસ, લોહીવાળી ઉધરસ, વારંવાર થતી ફેફસાની ચેપ, ફેફસામાં ગાંઠ, શ્વાસ માર્ગમાં અવરોધ તથા ફેફસાના કેન્સર જેવી બીમારીઓના નિદાનમાં ખૂબ ઉપયોગી છે. જરૂર પડે ત્યારે આ પ્રક્રિયા દ્વારા નમૂનાઓ પણ લેવામાં આવે છે.
બ્રોન્કોસ્કોપી સામાન્ય રીતે બેભાન કર્યા વગર, માત્ર લોકલ એનેસ્થેશિયા અને જરૂરી દવાઓ સાથે કરવામાં આવે છે અને મોટાભાગના દર્દીઓ એ જ દિવસે ઘરે જઈ શકે છે.
વહેલું નિદાન, સફળ સારવારની ચાવી છે.
#Bronchoscopy #LungHealth #Pulmonologist #RespiratoryCare #ChestPhysician #PulmonaryMedicine #EarlyDiagnosis #HealthyLungs #DrRudraParmar #VenusHospital